Home SAMPRAT COVID19 બાબતે એક મહત્ત્વનો નિર્ણય…

COVID19 બાબતે એક મહત્ત્વનો નિર્ણય…

0

COVID19 BreakingNews corona vaccine for age 6 to 12

6 થી 12 વર્ષના બાળકોને પણ લગાવવામાં આવશે કોવેક્સિન.

 

DCGI એ 6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિનની ઈમરજન્સી ઉપિયોગ માટે મંજૂરી આપી.

કોરોનાવાયરસ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI) એ 6 થી 12 વર્ષની વયના બાળકો માટે ભારતબાયોટેકના કોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે, સમાચાર એજન્સી ANI એ મંગળવારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું.

 

કોને કોને રસી અપાઈ…

 

જાન્યુઆરી 2021 થી વેક્સીનેશન પ્રક્રિયા શરૂ છે.

 

નક્કી થયેલા પ્રૉટોકૉલ પ્રમાણે સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવી.

 

ત્યારપછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, શિક્ષકો, સેનિટાઈઝેશન કામદારોને રસી આપવામાં આવી.

 

ત્યારબાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને પહેલેથી કોઈ બીમારીનો સામનો કરતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી આપવામાં આવી.

 

ત્યાર બાદ યુવાનોને એટલે કે 50 થી ઓછી ઉંમરના અને 18 સુધીના યુવાનોને આપવામાં આવી.

 

ત્યાર બાદ 14 થી 18 વર્ષને અને હમણાં પ્રાથમિક શાળાના એટલે કે 12 થી 14 વર્ષના બાળકોને રસી અપાઈ.

 

હવે સરકારશ્રીના આયોજનમાં આગળ 6 થી 12 વર્ષના બાળકોને પણ રસી મૂકવાની આજે જાહેરાત થઈ અને મંજૂરી પણ અપાઈ ગઈ છે.

 

ભારતમાં કેટલાં પ્રકારની રસી ( vaccine ) ઉપલબ્ધ છે? અને તે કયાં બની રહી છે?….

 

ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છેઃ કોવિશિલ્ડ અને કૉવેક્સિન.

 

અત્યારે તો અન્ય દેશની રસી પણ આપવાની મંજૂરી આપવામાં આવી છે.

 

કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને ‘સ્વદેશી રસી’ પણ કહેવામાં આવે છે.

 

કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે.

 

કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે.

 

કૉવેક્સિનને ભારતીય ચિકિત્સા પરિષદ (આઈએમસીઆર) અને હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેકે સંયુક્ત રીતે વિકસાવી છે.

 

તેને બનાવવા માટે મૃત કોરોના વાઇરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે લોકોને નુકસાન ન પહોંચાડે.

 

નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે આ રસી શરીરમાં પ્રવેશ્યા બાદ કોરોનાના ચેપ વિરુદ્ધ ઍન્ટીબોડી પેદા કરે છે. આ રસીની અસર થવા માટે તેના બે ડોઝ લેવા જરૂરી છે. જે હવે ત્રીજો બૂસ્ટર ડોઝ પણ અપાઈ રહ્યો છે.

 

ZyCoV-D – કેડિલા હેલ્થકેરની આ રસી ડીએનએ પ્લૅટફોર્મ પર બનાવાઈ રહી છે. તેના માટે કેડિલાએ બાયૉટેક્નોલૉજી વિભાગ સાથે સહયોગ કર્યો છે.

 

સ્પુતનિક-વી – આ રસીનું નિર્માણ રશિયાની ગેમાલાયા નેશનલ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે, જે હ્યુમન એડેનોવાયરસ પ્લૅટફોર્મ પર બની રહી છે. તેનું મોટા પાયે ઉત્પાદન હૈદરાબાદની ડૉક્ટર રેડ્ડીઝ લૅબમાં થઈ રહ્યું છે.

 

અમેરિકાની એમઆઈટીએ બનાવેલી પ્રોટીન એન્ટિજન બેઝ્ડ વૅક્સિનનું ઉત્પાદન હૈદરાબાદની બાયૉલૉજિકલ ઈ લિમિટેડ કરી રહી છે.

 

HGCO 19 – અમેરિકાની એચડીટીની એમઆરએનએ આધારિત આ રસીનું ઉત્પાદન પૂણેમાં જિનોવા નામની કંપની કરી રહી છે.

આ ઉપરાંત પણ અનેક રીતે આ કોરોના નિર્મૂળ થાય તેના ઉપાયો વિશ્વસ્તરે થઈ રહ્યા છે ત્યારે બાળકોમાં આ રસી મુકાઈ જતાં ઘણો ખતરો ટળશે.

error: Content is protected !!
Exit mobile version