Home BALSABHA વારતા વાર: ચમત્કારી ઘડિયાળ

વારતા વાર: ચમત્કારી ઘડિયાળ

0

ચમત્કારી ઘડિયાળ

– આનંદ ઠાકર

ચારે તરફ બસ પાણી જ ઘડીયાલ પાણી. ચિંતનને તો મજા આવતી હતી. તે સ્ટીમરની બારી પર ચડીને દૂર-દૂર સુધી ફેલાયેલા દરિયાને જોતો હતો. તે આ દરિયા કિનારાના પ્રદેશમાં પરિવાર સાથે ફરવા આવ્યો હતો. ચિંતન જ્યારે સ્ટિમરમાં બેસવા ગયો ત્યારે તેને કિનારેથી કંઈક ઘડીયાળ જેવું મળી ગયું હતું. તે તો તેને જોવામાં મસ્ત હતો. ચિંતન, તેનો પરિવાર અને બીજા તેમની સાથે આવનારા પણ સ્ટિમરમાં બેસ્યા.

તે બધા આ સ્ટિમરથી દરિયાઈ સફરની મજા લેતા હતા, ત્યાં તો એક જોરદાર લાંબું મોજું ઉછળ્યું અને બધા પાણીમાં. આખી બોટના માણસોની કિકિયારી સંભળાવા લાગી. બધા અંદરને અંદર ખેંચાતા જતાં હતાં. એટલા માં તો કોઈ મોટો કિલ્લો જોવા મળ્યો. એક માણસે બધાને એ કિલ્લામાં નાખી દીધા અને બધા ખુશ થઈ ગયાં. કારણ કે, એ કિલ્લો દરિયામાં હતો છત્તાં ત્યાં માણસ રહેતા હતા અને કિલ્લાની અંદર પાણી ન હતું. ફળ-ફૂલ વાળા તે કિલ્લામાંથી ચિંતને સાત પાંખડી વાળું અને અંદરથી આચ્છી રોશની વાળું ફૂલ તોડી લીધું!  એટલામાં એક  સ્ત્રીનો અવાજ આવ્યોઃ
‘‘ કોણ મને પૂછ્યાં વગર મારાં આ વનમાંથી ફૂલો  તોડે છે? ’’

 

બધા ગભરાઈ ગયાં. ચિંતનના મમ્મીએ ચિંતનને પોતાની પાસે ખેંચી લીધો. સાથે આવેલા સ્ટીમરના પ્રવાસીઓ એક-બીજાનો સહારો બની ટોળામાં ઉભા રહી ગયા. એવામાં એક પુરુષનો અવાજ આવ્યોઃ

‘‘લે મારી રાણી, તારા માટે આ ગુલામો લઈ આવ્યો છું. હવે આને તારા દાસ-દાસી બનાવીને મજા કર.’’

બધાએ જોયું કે સામે એક લાંબો એવો માણસ અને એક ઠીંગણી સ્ત્રી ચાલી આવતી હતી. પેલો લાંબો એવો માણસ કાળો હતો. તેના પહેરવેશમાં માત્ર લાંબો બરમુડો હતો, માથે સ્વીમ કેપ પહેરી હતી અને તેના પગમાં પણ લાંબા સ્વીમ શૂઝ પહેરેલા હતા. તે કાળા પુરુષના હાથમાં નાની ધારદાર છરી જેવી, અનેક ચાપ વાળી ચળકતી સ્ટીક હતી.

પેલી ઠીંગણી સ્ત્રીએ આખું સ્વીમશુટ પહેર્યું હતું. તેની ઉપર લાલ કોટ પહેર્યો હતો. તે ગોરી હતી. તેણે પણ સ્વીમશૂઝ પહેર્યાં  હતાં. તેના ઈશારાથી અનેક શસ્ત્રધારી સ્ત્રીઓ હાજર થઈ. તેનો પેલો કાળો માણસ બોલ્યોઃ

‘‘તમારી પાસે જેટલી પણ કિંમતી વસ્તુઓ હોય તે આપી દો.  હું છીનવા આવીશ તો તમારી એકાદી રગ કપાઈ જશે અને રગ કપાશે તો તે રગમાંથી લોહી નીકળશે અને તે લોહીમાંથી મારી રાણી ડેરૂકીનું પેટ ભરાશે. હા..હા…હા…’’

ડરને કારણે કંઈપણ બોલ્યા વગર પુરુષોએ પૈસા કાઢી આપ્યા અને સ્ત્રીઓએ ઘરેણા આપ્યા. એ બધું ભેગું કરી ચિંતનના પપ્પાએ જ પેલા કાળીયાને આપ્યું અને વિનંતી કરવા લાગ્યાઃ

‘‘ તમારે જે જોઈતું હતું તે અમે તમને આપી દીધું, હવે તો અમને છોડી દ્યો. ’’

પેલો કાળીયો તો બસ હસતો જ હતો. ચિંતન પણ તે કાળીયાને જોઈ ને ગભરાઈ ગયો. તેના હાથમાં પેલી ઘડીયાળ ચમકવા લાગી હતી, તેનુંય તેને ધ્યાન ન રહ્યું! આ ઘડીયાળને પેલો કાળીયો જોઈ ગયો. તેણે નાક ચડાવીને કહ્યુઃ
‘‘ પેલા છોકરાના હાથમાં શું છે? તેં એ તો નથી આપ્યું? લાવ… લાવ. તું નહીં આપે, હું જ લઈ લઉં…’’

એમ કહીને તેણે ચિંતનના પપ્પાને ધક્કો માર્યો અને તે કાળીયો, ચિંતન પાસે ગયો. તેણે ચિંતનને કહ્યુઃ

‘‘ એ છોરા, લાવ એ જે હોય તે.’’

પણ ચિંતને ન આપ્યું એટલે તે ચિંતનના હાથમાંથી છીનવવા ગયો, ત્યાં ન જાણે શું થયું કે તેના હાથમાં રહેલ ચળકતી સ્ટિક અને આ ઘડિયાળ ટકરાયા અને ઘડિયાળનું ડાયલ ખૂલી ગયું. કાળિયાની સ્ટિક પણ ખૂલી ગઈ. ચિંતનની ઘડિયાળ અને પેલાની સ્ટિકમાંથી એક સરખા બીપપપપપ….બીપપપપ…, એવા અવાજ આવે રાખ્યાં. ડેરુકી પેલા કાળીયાને રાડ પાડવા લાગીઃ

‘‘ ડેરુ…ક, ડેરૂક.. . આ તે શું  કર્યું? નક્કી તે કૈમાન ગ્રહના એલીયન્સને બોલાવવાની સ્વીચ ભૂલથી દબાવી દીધી લાગે છે.’’

‘‘ ના ડેરૂકી, આ લોકો પાસે કંઈક તેનો કોન્ટેક્ટ લાગે છે.’’

ક્યારેય પાણી ન આવનાર કિલ્લામાં પાણી આવવા લાગ્યું. દરવાજા તરફથી જોરદાર અવાજ આવ્યો અને આખો દરવાજો તૂટી પડ્યો. આ બાજુ સ્ટીમરના બધાં લોકોએ રાડારાડ કરી મૂકી. એવામાં દરવાજા તરફથી ચમકતા માથા વાળા અને સાવ વિચિત્ર લોકો અંદર આવ્યાં.

પુરુષ જેવો એક વ્યક્તિ  પ્રથમ પ્રવેશ્યો. તેને ત્રણ આંખ અને વિશાળ માથું હતું. તેના શરીરમાંથી બ્લૂ પ્રકાશ નીકળતો હતો. તેની સાથે તે ગ્રહની સ્ત્રી હતી, તેને પણ ત્રણ આંખો છુટ્ટા વાળ હતા. તેના માંથી સફેદ પ્રકાશ નીકળતો  હતો. બન્ને ચમકતી વસ્તુને તે બ્લૂ પ્રકાશ વાળા પુરુષે છીનવી લીધી. પછી તે એલીયન્સના પુરુષે ડેરૂકીને કહ્યુઃ

‘‘ મેં કહ્યું  હતું કે કોઈ ભૂલ નહીં કરતી, તો પણ તે મારી આપેલી વસ્તુનો ગેર ઉપયોગ કર્યો. હવે તારે આ દરિયામાં જ ડુબવું પડશે. તું સંશોધન કરી મારા ગ્રહ ‘કૈમાન’ સુધી પહોંચી એટલે મેં તને અહીં પૃથ્વીમાં ગમે ત્યાં જઈ શકે, હરીફરી શકે અને આગ, પાણી, આકાશ કે પૃથ્વી ગમે તેમાં કંઈ ન થાય તેવું ઓલપ્રુફકન્ડિશનલ ઘર આપ્યું. તો તું અહીં તારા જ પૃથ્વીવાસીને હેરાન કરે છે?’’

આમ કહી અને બ્લૂ રંગના પ્રકાશ વાળાએ ડેરૂકી અને ડેરૂકાના પગમાંથી સ્વીમર સ્લીપર ઉતારી  લીધાં અને બન્ને એલીયન્સે પોતાના હાથ લાંબા કરી ને પ્રવાસીઓને પોતાની બાથમાં લઈને સ્ટીરમરમાં મુકી દીધાં. પેલા કિલ્લાની દિવાલો તોડી નાખી. ડેરૂકી અને તેમના બીજા અનેક સાથીઓની ચીસો દૂર દૂર સુધી સંભળાઈ!  તેના કિલ્લાની એક ઈંટ પણ દરિયાએ બાકી નહતી રાખી અને તેને ડેરુક અને ડેરુકી પણ દૂર તણાતાં ડૂબી ગયાં. પેલા એલીયન્સમાંથી સફેદ રંગની સ્ત્રી આવી અને ચિંતનને વહાલથી માથા પર હાથ ફેરવી અને કહ્યું, ‘‘ આ રોક્સેડર તને પહેરાવું છું, ક્યારેય પણ મુસીબત આવી પડે, ત્યારે તેને ખોલી અને હ્રાઁ-હ્રીં-ઋ- બોલી લાલ ચાપ દબાવ જે,  અમે આવી જઈશું.’’

અલિયન્સ તો અવકાશમાં ચાલ્યા ગયા.
ચિંતન તો ખુશી ખુશી થઈ ગયો. તેને તો જાણે ઘડીયાળ હોય તેમ રોક્સોડરને પોતાના હાથમાં પહેરી લીધું. બધા ફરી ઘરે આવ્યા અને ખાધું, પીધું અને પાર્ટી કરી.

 

 

error: Content is protected !!
Exit mobile version