Home EDUMATERIAL ભાષા ઉપચારાત્મક અસાઈમેન્ટ 

ભાષા ઉપચારાત્મક અસાઈમેન્ટ 

0

BHASHA UPACHARATMAK ASSIGNMENT STD 6,7,8 gujarat primary school

ભાષા ઉપચારાત્મક અસાઈમેન્ટ 

ધો. ૬ થી ૮ માટે

ભાષામાં ભાષા અભિવ્યક્તિની છ ક્ષમતા છે. આ છ અધ્યયન નિષ્પત્તિને ધ્યાને રાખી અને નીચેનું અસાઈમેન્ટ તૈયાર કર્યું છે. 

અહીં અમે જે અસાઈમેન્ટ તૈયાર કરી મૂક્યું છે તેના કુલ ગુણ ૫૦ રાખ્યા છે આપ એને આધારે પણ બાળકોની પ્રતિક્રિયા લઈ શકો અથવા બાળકોને પ્રેક્ટિસ રહે એટલા માટે પણ આ લખાવી શકો… 

BHASHA UPACHARATMAK ASSIGNMENT STD 6,7,8 gujarat primary school

આ અસાઈમેન્ટની PDF સૌથી છેલ્લે આપી છે. 

ગુજરાતી ઉપચારાત્મક અસાઈમેન્ટ – 

પ્રશ્ન – ૧ – નીચેના મુદ્દા પરથી વાર્તા લખો.  ગુણ – ૧૦

વાર્તા માટેના મુદ્દા – 

એક જંગલ – વરસાદ ન આવવો – પાણી ખૂટ્યું – એક કૂવામાં પાણી છે – પણ બહાર કઈ રીતે લાવવું –  જંગલના પશુ પક્ષીઓની સભા – કૂવા માંથી પાણી બહાર લાવવા તૈયાર – બધાનો જીવ બચે છે. 

( અહીં તમારી કલ્પનાથી વિચારીને લખવાનું છે કે પશુ પક્ષી કૂવા માંથી કઈ રીતે પાણી બહાર લાવે? કોઈ તરકીબ વિચારી ને વાર્તા લખો… )

પ્રશ્ન – ૨ નીચેની સૂચના અનુસાર પત્ર લેખન કરો.  ગુણ – ૫

– ગાંધી નગર સાયન્સસિટીના  પ્રવાસનું વર્ણન કર્યો પત્ર તમારા મિત્રને લખો. 

 

પ્રશ્ન – ૩ નીચેની સૂચના અનુસાર અહેવાલ લેખન કરો.  ગુણ – ૫

– આપની શાળાએમાં ઉજવાયેલા ‘ ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન – ૨૦૨૧ – ૨૨ ‘ ની ઉજવણી સંદર્ભે થયેલા કાર્યક્રમનો અહેવાલ લખો. 

પ્રશ્ન – ૪ નીચેના વિષય માંથી કોઈ બે વિષય પર નિબંધ લખો. ગુણ – ૨૦

૧. ફાગણ મહિનાનું મહત્વ 

મુદ્દા – ભારતીય ઋતુઓ અને મહિનાઓ – ફાગણ મહિનાના તહેવારો – ફાગણ મહિનાની ઋતુ – પ્રકૃતિમાં થતાં ફેરફાર – તમને શા માટે ફાગણ મહિનો ગમે છે? 

૨. ભારતીય અણુ વિજ્ઞાનના પિતામહ ડૉ. હોમી ભાભા

મુદ્દા – ભારતીય વૈજ્ઞાનિકો – હોમી ભાભાનો જન્મ અને બાળપણ – અભ્યાસ અને સંશોધન – હોમી ભાભાની સિદ્ધિ – મૃત્યુ – દેશ માટે આવા વૈજ્ઞાનિકોની જરૂરિયાત શા માટે?

૩. તમને કોઈ પાંચ લાખ રૂપિયા આપે છે તો તમે એનું શું કરશો? 

મુદ્દા – ( આ પ્રકારનો નિબંધ લેખન કરનારની કલ્પના શક્તિ પર આધારિત હોય છે માટે તમે તમારી રીતે વિચારો કે પાંચ લાખ આપને મળે તો આપ એનું શું કરો? )

પ્રશ્ન – ૫ – નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. ગુણ – ૧૦

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
– ઉમાશંકર જોશી

BHASHA UPACHARATMAK ASSIGNMENT STD 6,7,8 gujarat primary school

PDF download 👇

BHASHA UPACHARATMAK ASSIGNMENT STD. 6,7,8

એક સંદેશ – 

નમસ્તે, બાળદોસ્તો, શિક્ષક મિત્રો, વાલીશ્રીઓ…. 

આ બધું જ વિદ્યાર્થીની કલ્પના શક્તિને ખિલાવવા માટે છે. વિદ્યાર્થીના મનના વિચારોને ખુલ્લા મને ઠાલવી લખે અને તાર્કિક વૈચારિક શક્તિ વિકસે.

અસાઈમેન્ટનું સોલ્યુશન એટલે કે જવાબ અમે આવતા અઠવાડિયે મુકીશું. 

આ અને આવું વિદ્યાર્થીલક્ષી તેમજ વિદ્યાર્થીનો જ્ઞાનાત્મક અને ભાવનાત્મક વિકાસ કરે એવું ઉપયોગી શિક્ષણ મટીરીયલ અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. મુલાકાત લેતા રહેશો.

આભાર…

🙏😊🙏

સંકલન – https://edumaterial.in

BHASHA UPACHARATMAK ASSIGNMENT STD 6,7,8 gujarat primary school

error: Content is protected !!
Exit mobile version