Home EDUMATERIAL કોરોના ‘ ડેલ્ટા ‘ અને ‘ ઓમિક્રોન ‘ નામ કઈ ફઈએ પડ્યા?!

કોરોના ‘ ડેલ્ટા ‘ અને ‘ ઓમિક્રોન ‘ નામ કઈ ફઈએ પડ્યા?!

0

કોરોના ‘ ડેલ્ટા ‘ વેરિયન્ટ અને હવે ‘ ઓમિક્રોન ‘ પણ આ શબ્દો છે શું?!

આમ જોવા જઈએ તો બધા જ મનુષ્ય પોતાની સ્વર પેટી માંથી થતા કંપનો દ્વારા અવાજ ઉત્પન્ન કરે છે જે આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ
પરંતુ આ અવાજ એટલે કે ધ્વનિનું મૂળ તો આપણી સ્વર પેટી જ હોય છે. પણ આપણે એ જાણવું જરૂરી રહ્યું કે જ્યારે કોઈ પણ દેશના બાળકો શાળાએ અભ્યાસ કરવા બેસે છે અથવા તો જ્યારે બાળકને પહેલી વાર ઘરમાં તેમના પરિવારજનો દ્વારા કાંઈ શીખવવામાં આવે છે તો એ છે તેમની માતૃભાષાના મુળાક્ષરો
જેમકે આપણે ગુજરાતીના મુળાક્ષરો કા ખ ગ છે અને સંસ્કૃત તથા હિન્દીના પણ એ જ છે બસ લખાય જુદી રીતે છે.
એવી જ રીતે અંગ્રેજી મુળાક્ષરો A B C D એવી રીતે Z સુધી છે.
તો ગ્રીક પ્રદેશમાં તેમની ભાષાના તેમના પણ મૂળાક્ષરો છે. જે તમે ઉપરની ઈમેજ માં જોઈ શકો છો. આલ્ફા, બીટા, ગેમા, વગેરે સાયન્સ અને મેથ્સ માં વપરાતા આલ્ફાબેટ છે.
આ ગ્રીક આલ્ફાબેટ પરથી WHO નામની વિશ્વ આરોગ્ય સંસ્થાએ નામકરણ કર્યું છે. એટલે આમ જુઓ તો ગ્રીક ભાષા અને વિશ્વ આરોગ્ય સંસ્થા બંને કોરોના ની ફઈ બની છે.

તેમાંથી જ કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન અલ્ફાબેટ વાપરવામાં આવ્યો છે.
ઓમિક્રોન વેરિયન્ટ અને ડેલ્ટા વેરિયન્ટ બંને કોવિડ-19ના પ્રકારો છે. વાયરસમાં થતાં બદલાવને મ્યુટેશન કહેવાય છે. એક અથવા એકથી વધારે નવા મ્યૂટેશનવાળા વાયરસને ઓરિજિનલ વાયરસના વેરિયન્ટના રૂપે ઓળખવામાં આવે છે.
Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: addsforevent5@gmail.com
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

source

error: Content is protected !!
Exit mobile version